Student
 
 
ઇન્‍ડિયન એરફોર્સમાં એરમેન ઇન ડ્રાઇવર મિકેનિકલ ટ્રાન્‍સપોર્ટ ટ્રેડ

અપરિણીત ભારતીય પુરુષો કે જેઓ ૧૬ થી ૧૯ વર્ષની વય તથા મેટ્રિક્યુલેશન (ઓછામાં ઓછા ૪૫ % સાથે - અંગ્રેજી વિષય સાથે પાસ છે, તેઓ અરજી કરી શકે.

ઓછામાં ઓછી ઊંચાઇ ૧૬૫ સેમી, છાતીની પહોળાઇ ૭૫ % તથા વજન ઊંચાઇના પ્રમાણમાં હોવું જોઇએ તથા અન્‍ય તબીબી ધોરણોનું પાલન પણ થવું જોઇએ.
પસંદગીની પ્રક્રિયા
લાયક તથા પસંદ કરેલા ઉમેદવારોને સેન્‍ટ્રલ એરમેન સિલેકશન બોર્ડ દ્વારા લેખિત પરીક્ષામાં ઉપસ્‍થિત રહેવા માટે એડમિટ કાર્૯ મોકલવામાં આવશે.
આ લેખિત પરીક્ષા બે વિષયોમાં લેવામાં આવશે : (૧) અંગ્રેજી, ભાષા (૨) ઇન્‍ટેલિજન્‍સ એન્‍ડ જનરલ અવેરનેસ.
આ બંને વિષયોમાં પાસ થવું જરૂરી છે. અને હા, આ લેખિત પરીક્ષા માટે માત્ર ‘ચૂંટેલા’  (short listed) ઉમેદવારોને જ એડમિટ કાર્ડ મોકલાશે. આ લેખિત પરીક્ષા આ કેન્‍દ્રો પર લેવાશે - અંબાલા, કાનપુર, જોધપુર, બેંગ્‍લોર, ભુવનેશ્‍વર, બિહાર (પટણા) ગુવાહાટી અને કોચીન.
આપ લેખિત પરીક્ષા માટે જાઓ ત્‍યારે બે - ત્રણ દિવસ ત્‍યાં રહેવાની વ્‍યવસ્‍થા કરીને જજો. લેખિત પરીક્ષાનું પરિણામ જે તે દિવસે જ જાહેર કરવામાં આવશે. સફળ ઉમેદવારોએ પછીના કામકાજના દિવસે લશ્‍કરી દળોના મેડિકલ ઓફિસર સમક્ષ તબીબી પરીક્ષણ માટે હાજર થવાનું રહેશે.
 
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer