Student
 
 
ગુજરાત પોલીસદળમાં લોકરક્ષક
આપ જાણો છો તેમ PTC પાસ ભાઇ-બહેનોને આપણા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે શરૂઆતમાં નિમણૂક  મળે છે. તે જ રીતે આ વર્ષે ગુજરાતમાં પોલીસદળમાં ‘લોકરક્ષકર’ તરીકે નિમણૂક થશે - આ ‘લોકરક્ષક’ ભાઇઓએ પાંચ વર્ષ સુધી રૂ. ૨૫૦૦/- ના ફિકસ પગારથી સેવા આપવી પડે અને ત્‍યારબાદ તેમની સેવાઓ સંતોષકારક જણાય તો રૂ. ૨૭૫૦-૪૦૦૦ ના પગાર ધોરણમાં પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે નિમણૂક મેળવી શકે.
લાયકાત
  શિક્ષણ : એસ.એસ.સી. એકઝામ પાસ તથા DOEACC દ્વારા ચલાવવામાં આવતા કોર્સ ઓન કમ્‍પ્‍યૂટર કન્‍સેપ્‍ટસ (CCC) સમકક્ષ કમ્‍પ્‍યૂટર એપ્‍લિકેશનની બેઝિક  જાણકારી.
  વય : ૧૮ થી ૨૨ વર્ષ
  શારીરિક  યોગ્‍યતા : નિયમ મુજબ
  પસંદગી પ્રક્રિયા : લોકરક્ષક તરીકેની પસંદગી પ્રક્રિયાના ૪ તબક્કાઓ છે. : આ પરીક્ષાના પુસ્‍તકો તથા પ્રશિક્ષણ (તાલીમ) વર્ગો પણ પ્રા૫ય છે.
  શારીરિક ક્ષમતા કસોટી ૫૦ ગુણ લેખિત પરીક્ષા ૧૦૦ ગુણ
  કમ્‍પ્‍યૂટર ટેસ્‍ટ ૫૦ ગુણ ઇન્‍ટરવ્‍યૂ ટેસ્‍ટ ૨૫ ગુણ
આ ભરતી પ્રક્રિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા થાય છે. જેના તરફથી જાહેરાત આવ્‍યે  લિબર્ટી કેરિયર ન્‍યૂઝ માં પણ પ્રકટ થાય છે. તે મુજબ અરજી કરી શકાય.
 
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer