Student
 
 
Syllabus
ધોરણ-૧૦
સ્વાસ્થ્ય અને શારેરિક શિક્ષણ
સ્વાસ્થ્ય શિક્ષણ
 
પૂર્વભૂમિકા
 
ધો.૯ની આ પૂર્વ ભૂમિકા ધોરણ-૧૦ના અભ્યાસક્રમના સંદર્ભે વિષયના સ્પષ્ટીકરણ માટે આવશ્યક છે. ધોરણ ૯માં સ્વાસ્થ્યની પરિભાષા અને વિવિદ પાસાઓનો ઉલ્લેખ કરેલ છે. સંચાર માધ્યોને પણ સાંકળેલા છે. જનસમુદાય વિવિધ ક્ષેત્રો સાથે સંકલન સાંધ્યું છે.
પ્રદૂષણ, ખાસ કરીને ધરોમાં પેદા થતાં કચરાના સંદર્ભે વિચાર્યું પેય જળ અને સ્વસ્થ આવાસ વિષે વિચારણા કરેલી છે.
સંસ્કૃતિમા સંદર્ભે સ્વાસ્થ્યની વિચારણા કરેલી છે. અકસ્માતો અને મૃત્યુ વિષે વિચારણા કરેલી છે. અને નાના અકસ્માતોમાં સ્વબચાવના ઉપાયો વિષે વિચાર્યુ છે. પ્રાથમિક સારવાર વિષે ચર્ચા કરી છે. બાળક, કિશોર, યુવાનના વૃદ્ધિ અને વિકાસના સંદર્ભે વાતો કરી છે. આહાર શાસ્ત્રીની ચર્ચા કરી છે.
 
પ્રસ્તાવના
 
ફરી વાર રોગ, આરોગ્ય અને સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી દઈએ.
રોગ- વૈચારિક, સેવેદનાત્મક, પ્રાણજન્ય અને દ્રવ્યજન્ય અસંતુલનથી ઉદભવતી મનની અશાંત સ્થિતિ.
આરોગ્ય- વૈચારિક, સંવેદનાત્મક, પ્રાણજન્ય અને દ્રવ્યજન્ય અસંતુલન નિયત્રિત કરતા ઉદભવતી મનની શાંત સ્થિતિ.
સ્વાસ્થ્ય- મનની સહજ શાંત અને આનંદિત સ્થિતિ.
આ વ્યાખ્યાઓ વિષયના સારરૂપ છે. અને વિષયની સમગ્રતાઓ સ્પષ્ટ ચિતાર આપે છે. જેમ જેમ આના ઉપર વિવેકપૂર્ણ વિચારણા થતાં અર્થવિસ્ફોટ થતા વિષયલક્ષી નવી ક્ષિતિજો ખૂલે છે.
 
અભ્યાસક્રમની રૂપરેખા
 
આધુનિકીરકરણના સ્વાસ્થ્યલક્ષી જોખમો- પ્રદૂષણ અને વસ્તી વિસ્ફોટના સ્વાસ્થ્યલક્ષી જોખમો- કુટુંબ અને સમાજિક જીવન સંદર્ભે.
  NEXT
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer