| |
|
|
 |
|
|
વિદ્યાદીપ વિમા યોજના |
હોમ પેજ » |
વિદ્યાદીપ વિમા યોજના |
ગુજરાત રાજ્યમાં ૨૬ મી જાન્યુ.-૨૦૦૧ ના રોજ મહાવિનાશકારી ભૂકંપ થયો, તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો મૃત્યુ પામ્યા, આ વિનાશકારી ભૂકં૫નો ભોગ બનેલા બાળકોની સ્મૃતિમાં રાજ્ય સરકારે વિદ્યાદીપ યોજના અમલમાં મૂકી છે. શાળામાં ભણતાં બાળકોનું અકસ્માતે મૃત્યું, થાય ત્યારે તેના માતા-પિતા અને વાલીને આકસ્મિક આપત્તિમાં મદદરૂપ થવા માટેનો પ્રજાધર્મ બજાવવાનો સરકારનો હેતુ આ યોજના દાખલ કરવા પાછળનો છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના ૮૫ લાખ વિદ્યાર્થીઓ તથા માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાના ૨૯ લાખ વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું વિમા કવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. અકસ્માતે મૃત્યું પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૫૦,૦૦૦/- તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૫૦,૦૦૦/- ની વિમા રકમ ચુકવવામાં આવે છે. વિદ્યાદીપ વિમા યોજનાના પ્રિમીયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.
| વર્ષ |
વિમા કંપનીને ચૂકવેલ પ્રિમીયમ (રૂ. લાખમાં) |
મંજુર દાવા પેટે વિદ્યાર્થીના વાલી/માતા પિતાને ચુકવેલ રકમ
(રૂ. લાખમાં) |
| ૨૦૦૨-૦૩ |
૨૭.૧૫ |
૧૩૭.૦૦ |
| ૨૦૦૩-૦૪ |
૪૯.૪૪ |
૮૧.૨૫ |
| ૨૦૦૪-૦૫ |
૪૨.૯૩ |
૧૪૮.૫૦ |
| ૨૦૦૫-૦૬ |
૯૧.૩૬ |
૪૭.૭૫ |
| ૨૦૦૬-૦૭ |
૮૦.૨૫ |
૧૩૫.૭૫ |
| ૨૦૦૭-૦૮ |
૩૬.૫૫ |
૭.૭૫ |
|
|
|
|
|