|
|
|
|
 |
 |
|
|
|
 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
રાજયમાં કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના હેતુથી માનનીય મુખ્યમંત્રીશ્રીની સુચના પ્રમાણે
તથા માનનીય શિક્ષણ મંત્રીશ્રીના વડપણ હેઠળ છેલ્લા પાંચ વર્ષથી શાળા પ્રવેશ ઉત્સવ/કન્યા
કેળવણી મહોત્સવ કાર્યક્રમ કરવામાં આવે છે.
• આ કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ તેમને ફાળવેલ જિલ્લાના તાલુકામાંના
ગામોની મુલાકાત લે છે.
• કન્યા કેળવણી મહોત્સવ-૨૦૦૮ તા.૧૨,૧૩,૧૪ જુન ૨૦૦૮ ના ત્રણ દિવસ દરમ્યાન રાખવામાં
આવેલ છે, જેમાં દર રોજ પાંચ ગામોની મુલાકાત લેવાનું આયોજન છે.
• આ કાર્યક્રમમાં ૩૫ ટકા થી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતાં ગામોને આવરી લેવા પ્રાથમિક
શિક્ષણાધિકારીશ્રીઓને તા.૩/૪/૨૦૦૮ તથા તા.૧/૫/૨૦૦૮ ના પત્રોથી જરૂરી સૂચનાઓ આપવામાં
આવેલ છે.
• જિલ્લાના કક્ષાએ BRC, CRC, શાળાના શિક્ષકો, ગ્રામમિત્ર(શિક્ષણ), વગેરેનો સહકાર મેળવી
નવા પ્રવેશ પાત્ર બાળકોને પ્રવેશ આપવાનું આયોજન કરેલ છે.
• આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે પણ બેઠકોનું
આયોજન કરેલ છે.
• કાર્યક્રમના આયોજનની સમીક્ષા માટે માનનીય શિક્ષણ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને તા.૧૫/૫/૦૮
ના રોજ એક વીડીયો કોન્ફરન્સ બેઠક રાખવામાં આવેલ હતી, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ,
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ તથા નાયબ કલેકટરશ્રીઓએ હાજરી આપેલ હતી. તમામ જિલ્લાએ પોતાનું
આયોજન દર્શાવ્યું હતું.
• આ વર્ષે ૧૧૬ IAS અધિકારી, ૮૫ IPS, ૬૯ IFS, ૩૨૫ સચિવાલય કેડર તથા ૩૫ શિક્ષણ વિભાગ
હસ્તકના ખાતાના અધિકારીઓ મળી કુલ-૬૩૦ ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં ભાગ લેશે.
|
|
|
|
|