સમય દાન
હેલ્પલાઈન :- ૧૮૦૦-૨૩૩-૫૫૦૦(ટોલ ફ્રી)
સમય :- સવારે ૮ થી રાત્રે ૮

ગુજરાતનાં યુવાન અને યુવતીઓ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષમાં જનસેવા માટે ૧૦૦ કલાકનો ફાળો આપવાનો સંકલ્‍પ એટલે "સમયદાન"
સમયદાન મહાદાન છે.
‘‘ગુજરાતના યુવાનો ગુજરાતનું જ નહીં,
સમગ્ર દેશનું ભાલ છે.
મને થનગનતા, તરવરિયા યુવાનોમાં
ભગવાન જેટલી જ અદમ્‍ય શ્રદ્ધા છે.’’
- શ્રી નરેન્‍દ્ર મોદી
મુખ્‍યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

"સમયદાન" કાર્યક્રમ
ગુજરાતના યુવાન અને યુવતીઓ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષમાં લોકસેવા માટે ૧૦૦ કલાકનો ફાળો આપવા માટેનો કાર્યક્રમ :-
          ગુજરાતનું સુવર્ણ જયંતિ વર્ષ એ રાજય પ્રત્યેની આપણી ફરજ અદા કરી રુણ ચૂકવવા માટેનું વર્ષ પણ છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયના યુવાન અને યુવતીઓને લોક સેવાના અગત્યના કામ માટે ૧૦૦ કલાકનો સમય દાન આપવા માટેની અપીલ કરેલ છે. આ પ્રકારનું સમયદાન નીચે મુજબની પ્રવૃતિઓ પૈકી એક પ્રવૃતિમાં આપી શકાય છે.
૧) શિક્ષણ        ર) આરોગ્ય        ૩) સફાઇ         ૪)  પર્યાવરણ
 
          આપના અનૂકુળ સમયે આ પ્રકારની પ્રવૃત્તિ માં સરકાર સાથે જોડાઇ શકો છો. જે કોઇ વ્યકિત એમાં જોડાવા માગે તે આ વેબ સાઇટ ઉપર પોતાનું નામ નોંધાવી શકે છે, અથવા ગ્રામ્ય / તાલુકા કે જિલ્લા કક્ષાએ પંચાયત કચેરીમાં અને શહેરી, નગરપાલિકા કે મહાનગરપાલિકા કક્ષાએ ઉપલબ્ધ એક ફોર્મ ભરી પોતાનું નામ નોંધાવી શકે છે. નોંધણી બાદ રાજય સરકાર ધ્વારા નિયુકત જે તે વિભાગના નોડલ અધિકારી આપનો સંપર્ક કરશે.
 
          જો આપ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો આ વેબસાઈટ પરથી જ કરાવી શકો છો અથવા જો આપ ફોર્મ ભરવા માંગો છો તો આ ફોર્મ તમે ગ્રામ્ય, તાલુકા કે જિલ્લા કક્ષાએ પંચાયત કચેરીમાંથી મેળવી શકો છો અથવા શહેરી કક્ષાએ નગરપાલિકા, મહાનગરપાલિકા કે જનસેવા કેન્દ્રમાંથી મેળવી શકો છો. આ ફોર્મ આ વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. આ ફોર્મ ભર્યા બાદ તેને ગ્રામ્ય, તાલુકા કે જિલ્લા કક્ષાએ પંચાયત કચેરીમાં અથવા શહેરી કક્ષાએ નગરપાલિકા, મહાનગરપાલિકા કે જનસેવા કેન્દ્રમાં આપવાનું રહેશે.
 
 

ડાઉનલોડ :- સમયદાન ફોર્મ
 

ખાસ નોંધ:- ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો ફીજીકલ ફોર્મ ભરીને આપવું નહિ.

ઓનલાઈન રજીસ્ટ્રેશન :-

  • શું આપ નામ નોંધાવવા ઇચ્છો છો?
  • જો આપ શહેરી વિસ્તારમાં એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા શહેરી વિકાસ ઓથોરીટીના વિસ્તારમાં રહેતા હોય તો શહેરી વિસ્તારના Button ઉપર Clickકરો અન્યથા ગ્રામ્ય વિસ્તારના Button ઉપર Click કરો.
Shaheri Vistar Gramya Vistar


Official Portal of Gujarat Govt. GSWAN Vibrant Gujarat India Gov.in