E-Citizen
 
 
શિક્ષકોને ગુણવત્તા સુધારવાની તક મળી શકે તે માટે ડિપ્‍લોમા કોર્ષ
 

શિક્ષણની ગુણવત્તા-સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજયના શાળા વિકાસ સંકુલોને વહીવટી સરળતા માટે બોર્ડ દરેક શાળાવિકાસ સંકુલને ટોકન રૂ.૨૫૦૦ ની ગ્રાન્‍ટ ફાળવી આપે છે. તેમજ અંગ્રેજી વિષયના સંદર્ભે શિક્ષકોને તેમની ગુણવત્તા સુધારવાની તક મળી રહે તે હેતુથી બોર્ડ કેમ્‍બ્રિજ યુનિવર્સિટી (યુ.કે.) સાથે એમ.ઓ.યુ.કરી શિક્ષકોને વિનામૂલ્‍યે કોર્ષ કરવા માટેની તક બોર્ડ પૂરી પાડેલ છે. જે માટે દરેક શિક્ષક દીઠ રૂ.૪૦,૦૦૦/- (ચાલીસ હજાર) ખર્ચ બોર્ડ કરે છે.

 

કેમ્‍બ્રિજ ઇન્‍ટરનેશનલ ડિપ્‍લોમા ફોર ટીચર્સ (CIDT) કોર્ષ માટે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડે, ગુજરાતના સેવાકાલીન શિક્ષકોને ગુણવત્તા સુધારવાની તક મળી શકે તે માટે ડિપ્‍લોમા કોર્ષ માટેનું કેમ્‍બ્રિજ યુનિ.નું સેન્‍ટર મેળવેલ છે.