E-Citizen
 
 
પ્રવેશ માટેની કોમન એન્‍ટરન્‍સ ટેસ્‍ટનું આયોજન
  શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ બોર્ડ ગુજરાતના ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ, ઇજનેર તેમજ ફાર્મસી જેવા વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની કોમન એન્‍ટરન્‍સ ટેસ્‍ટનું આયોજન સફળતા-પૂર્વક હાથ ધરી વર્ષ ર૦૦૬ માં પ્રથમવાર પરિણામ જાહેર કરેલ છે.
  પ્રશ્નબેન્‍ક શ્રેષ્‍ઠ ઉત્તરવાહીઓની પુસ્‍તિકા, સમતુલિત પ્રશ્નપત્ર, અભ્‍યાસક્રમનું પરિરૂપ, કોમન એન્‍ટરન્‍સ ટેસ્‍ટની માર્ગદર્શિકા તેમજ અભ્‍યાસક્રમનાં પુસ્‍તકો અને ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓને ઉપયોગી એવું કારકિર્દી માર્ગદર્શન આપતું સાહિત્‍ય તથા વિદ્યાર્થીઓમાં સાહસિકતા, ચપળતા અને આંતરિક વિકાસ સરળતાથી થાય તે માટે રાજયમાં આવેલી માધ્‍યમિક તેમજ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં સહ અભ્‍યાસિક કાર્યક્રમોમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી બોર્ડ પ્રવૃત્તિઓનું વાર્ષિક કેલેન્‍ડર વગેરે તૈયાર કરી શાળાઓ સુધી પહોંચાડવામાં આવે છે.