About Department
 
 
Vision 2010
મિશનઃ માનવ વિકાસ - અભાવ અને અસમાનતાના નિવારણનો પ્રેરક માર્ગ
૨૦૧૦ નું સોણલું, ‘શિક્ષીત ગુજરાત’
દેશના નાગરિકોના વિકાસમાં વૃદ્ધિ માટે શિક્ષણ એ અગત્‍યનું પરિબળ છે. શિક્ષણની અસરો આરોગ્‍ય, મહિલા વિકાસ, રોજગાર, બાળ વિકાસ, શ્રમ વગેરે જેવાં સામાજિક ક્ષેત્રો પર પણ જણાય છે. દેશનો આર્થિક વિકાસ તથા પ્રગતિ માટે પણ શિક્ષણ જરૂરી છે. આમ, લોકોની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે શિક્ષણ ખૂબ અગત્‍યની બાબત છે. આથી લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે બાબતે ધ્‍યાન કેન્‍દ્રિત કરવું ખૂબ જરૂરી બન્‍યું છે. શિક્ષણ અંગે કેટલીક ધ્‍યાન ખેંચે તેવી બાબતો નીચે મુજબ છે.
૧૯૯૭ માં ભારતમાં સાક્ષરતાનો દર ૬૨ હતો, જ્યારે મહારાષ્‍ટ્રમાં-૭૪, પશ્ચિમ બંગાળમાં-૭૨, તામિલનાડુમાં-૭૦, કેરાલામાં-૯૩, કર્ણાટકમાં-૫૮ અને ગુજરાતમાં-૬૮ હતો. અધવચ્‍ચેથી શાળા છોડી જનારા વિદ્યાર્થીઓ અપવ્‍યયનો ૧૯૯૮-૯૯ નો દર કર્ણાટકમાં-૪૩.૭૧ હતો, જ્યારે ગુજરાતમાં તે દર ૪૮.૧ હતો,
૧૯૯૮ માં કરાયેલા રાષ્‍ટ્રિય સર્વેક્ષણ મુજબ છેલ્‍લાં ૬ વર્ષમાં સાક્ષરતામાં થયેલો વૃદ્ધિ દર આસામ અને સિક્કિમમાં-૨૨, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં-૧૪, મહારાષ્‍ટ્રમાં-૯, જ્યારે ગુજરાતમાં ૭ ટકાથી પણ ઓછો જોવા મળે છે. આમ, આ વિગતો જોતાં ગુજરાતમાં શિક્ષણનું સ્‍તર સુધારવા માટે હજી ઘણા પ્રયત્‍નો કરવા જરૂરી જણાય છે.
ગુજરાતમાં દરેક સ્‍તરના શિક્ષણનું પ્રમાણ વધે અને શૈક્ષણિક ક્ષેત્રે સારો એવો વિકાસ થાય તથા અન્‍ય રાજ્યો અને વિશ્વ કક્ષાએ ગુજરાતનું શૈક્ષણિક સ્‍તર બરોબરી કરી શકે તે માટે ગુજરાત સરકારે સામાજિક આંતરમાળખાકીય વિકાસનો વિઝન-૨૦૧૦ કાર્યક્રમ તૈયાર કર્યો છે અને તેમાં શૈક્ષણિક ક્ષેત્રે પણ વિકાસ સાધવાની બાબતનો સમાવેશ કરાયો છે.
  તમામ શાળાઓ અને કોલેજોની કક્ષા ઉંચી લાવવી
  અનુ.જાતિ, જનજાતિ તતા અન્ય પછાત વર્ગોના તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને છાત્રાલયની સુવિધા ઓ પુરી પાડીને ગુજરાત તા અન્ય રાજ્યમાં પસંદ કરેલી ખાનગી શાળાઓ, સૈનિક શાળાઓ વગેરેમાં પ્રવેશ.
  અનુ.જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોની આદર્શ નિવાસી શાળાઓનો સમન્વય તથા નવોદય શાળાઓના ધોરમે કાયાપલટ
  પબ્લિક સ્કુલોના ધોરણે આવી શાળાઓ સ્થાપી તેમાં તમામ સુવિધાઓ પુરી પાડવી.
  ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણની સંસ્‍થાઓમાં પ્રવેશ માટે પ્રસ્‍થાપિત ખાનગી ક્ષેત્રનાં સંગઠનો સાથે સહયોગ દ્વારા ગુણવતાયુક્ત અનુશિક્ષણ.
  ભારત સરકાર, લશ્‍કરી દળો અને ખાનગી ક્ષેત્રોમાં નોકરી અને ઉચ્‍ચ શિક્ષણમાં પ્રવેશની તકો વધારવા ધોરણ-૫ થી અંગ્રેજી અને કોમ્‍પ્‍યુટર શિક્ષણનો પ્રારંભ.
  પ્રાથમિક શાળાઓની સંખ્‍યા ૧૯૯૯ માં ૩૫,૯૭૫ ની હતી, જે ૨૦૧૦ સુધીમાં ૩૮,૦૦૫ ની કરાશે.
  પ્રાથમિક શિક્ષણ મેળવતાં બાળકોની સંખ્‍યા ૧૯૯૯ માં ૮૧.૩૪ લાખની હતી, જે ૨૦૧૦ સુધીમાં ૯૯.૮૯ લાખની કરાશે.
  પ્રાથમિક શિક્ષકોની સંખ્‍યા ૧૯૯૯ માં સંખ્‍યા ૧,૯૮,૪૦૭ ની હતી જે ૨૦૧૦ સુધીમાં ૨,૪૫,૩૩૬ કરાશે.
  પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશની ચોખ્‍ખી ટકાવારી વર્ષ ૨૦૦૦ માં ૯૩.૧૩ ની છે. તે ૨૦૧૦ સુધીમાં ૧૦૦% સુધી લઇ જવાશે.
  વર્ષ ૨૦૧૦ સુધીમાં ૪૭,૦૯૭ વર્ગખંડો બનાવવાનું આયોજન.
  વિશ્વની પ્રગતિ હાલની ઉચ્‍ચ ટેકનોલોજીની પ્રગતિને આભારી છે તે બાબતને ધ્‍યાનમાં લઇને ચાલુ વર્ષથી ધો. ૫ થી અંગ્રેજી શિક્ષણને ફરજિયાત બનાવાયું છે.
  પ્રાથમિક શિક્ષણ તદન નિઃશુલ્‍ક પૂરૂં પાડવાનું છે, જ્યારે માધ્‍યમિક શિક્ષણમાં અમુક અંશે ફીનું ધોરણ લાગુ પાડી શકાય.
  ઉચ્‍ચ શિક્ષણમાં મોટા ભાગે ઉચ્‍ચ આવક ધરાવતો વર્ગ દાખલ થતો હોઇ કોસ્‍ટ રીકવરી સિદ્ધાંત અન્‍વયે ફીની વસુલાત કરી શકાય.
  શાળા પ્રવેશ દરનું પ્રમાણ ૯૦.૩૦% છે તે ૧૦૦% સુધી લઇ જવું.
  અધૂરા શિક્ષણે શાળા છોડી જવાનું પ્રમાણ (અપવ્‍યય) ૪૮.૧% છે. તે શૂન્‍ય સુધી લઇ જવું.
  પુરૂષ સાક્ષરતાનું પ્રમાણ ૭૩% છે તે ૧૦૦% કરવું.
  મહિલા સાક્ષરતાનું પ્રમાણ ૪૮.૬% છે તે ૧૦૦% કરવું.
  અનુ. જાતિમાં સાક્ષરતાનું પ્રમાણ ૬૧.૦૭% છે તે ૧૦૦% કરવું.
  અનુસૂચિત જનજાતિમાં સાક્ષરતાનું પ્રમાણ ૩૬.૪૫% છે તે ૧૦૦% કરવું.
વિઝન - ૨૦૧૦ ની નાણાકીય જોગવાઇ
  પૂર્ણ સાક્ષરતા માટે રૂ. ૯૯૬.૧૦ કરોડ
  આંતરમાળખાકીય સવલતો માટે રૂ. ૪,૭૧૯.૯૩ કરોડ
  શિક્ષણની ગુણવત્તામાં સુધારણા માટે રૂ. ૨,૧૮૫ કરોડ
  માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ માટે રૂ. ૧,૦૮૯.૯૩ કરોઙ
વિઝન-૨૦૧૦ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણનિ વિકાસ માટે કરાયેલ આયોજન
સાક્ષરતાઃ
  ૨૦૧૦ સુધીમાં મહિલાઓ અને પુરુષો માટે ૧૦૦% સાક્ષરતા.
  અનુસુચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોના તમામ કુમાર-કન્યાઓને ૨૦૦૫ સુધીમાં શાળામાં પ્રવેશ.
  ૨૦૦૫ સુધીમાં ૧૦૦% કન્યાઓને ધોરણ-૭ સુધી લઇ જવી.
શિક્ષણ દ્વારા રોજગારીની તકોઃ
  વ્યવસાયિક તાલીમ દ્વારા સ્વરોજગારીની તકો વધારવી.
  શિક્ષણની ગુણવત્તામં સુધારો તથા અસરકારક કોચિંગ દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપીને ખાનગી ક્ષેત્રે રોજગારીની તકો વધારવી.
કાર્યયોજનાઃ શિક્ષણઃ
  દરેક ફળીયાથી ૧.૫ કિ.મી.ની ત્રિજ્યામાં ધો-૭ સુધીના પ્રાથમિક શિક્ષણની સુવિધા.
  આ શાળાઓમાં ૨૦૦૫ સુધીમાં તમામ પ્રાથમિક સગવડો પૂરી પાડવી.
  આ શાળાઓમાં સ્થાનિક વિસ્તારોના અનુ.જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો તથા મહિલાઓની ખાસ કરારથી શિક્ષકો તરીકે ભરતી કરીને શિક્ષકોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવી.
  શિક્ષકો માટે આવાસોનું નિરમાણ .
  શાળાઓ ચલાવવા માટે સ્થાનિક લોકોનો સહયોગ
  લોકમત ઉભો કરવા સામાજિક ઝુંબેશથી બાળકો, ખાસ કરીને કન્યાઓને શાળામાં દાખલ કરાય તથા ધો-૭ સુધી રહે તે નિશ્ચિત કરવું.
  શાળાઓના સંચાલનનું ૨૦૦૪-૨૦૦૫ સુધીમાં નિયમિત મૂલ્યાંકન કરવું.
  આશ્રમ શાળાઓ જેવી અલાયદી વ્યવસ્થા તબક્કાવાર દૂર કરવી અને ૧૦૦ પછાત તાલુકાઓની શાળાઓનું સ્તર ઊંચુ લઇ જવા બચતની રકમનો ઉપયોગ.
શિક્ષણની ગુણવત્તાઃ
  તમામ શાળાઓ અને કોલેજોની કક્ષા ઉંચી લાવવી
  અનુ.જાતિ, જનજાતિ તતા અન્ય પછાત વર્ગોના તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને છાત્રાલયની સુવિધા ઓ પુરી પાડીને ગુજરાત તા અન્ય રાજ્યમાં પસંદ કરેલી ખાનગી શાળાઓ, સૈનિક શાળાઓ વગેરેમાં પ્રવેશ.
  અનુ.જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોની આદર્શ નિવાસી શાળાઓનો સમન્વય તથા નવોદય શાળાઓના ધોરમે કાયાપલટ
  પબ્લિક સ્કુલોના ધોરણે આવી શાળાઓ સ્થાપી તેમાં તમામ સુવિધાઓ પુરી પાડવી.